history of koli & all gujarat koli parivar

Saturday, March 24, 2018

HISTORY OF KOLI


JAY KOLI SAMAJ

HISTORY OF KOLI SAMAJ


જય માંધાતા. કોળી સમાજ નો ઈતિહાસ





કોળી સમાજનો પરિચય 'કોળી કોમનો ઐતિહાસિક પરિચય'એ નામનું દળદાર પુસ્તક તેમજ''બદલાતા સમાજમાં
 જ્ઞાાતિ- દક્ષિણ ગુજરાતના કોળીઓનો અભ્યાસ''આમ બે પુસ્તકના આધારે પોરબંદરના હરકાંતભાઇ રાજપરાએ
 આ લેખાંક રજુ કર્યો છે. પુસ્તકોમાં કોળી જ્ઞાાતિને''કોળી ક્ષત્રિય''તરીકે ઉલ્લેખાયેલ છે.
ઉપરોક્ત રેફ.માં જણાવ્યા પ્રમાણે કોળીઓ સુર્યવંશી ક્ષત્રિયો છે. ઇક્ષ્વાકુ વંશી યુવનાશ્વના પુત્ર માંધાતા અને કોળીઓ 
આ માંધાતાના વંશજો પણ કહેવાય છે.
કોળી શબ્દની ઉત્પત્તિ ઃ
(૧) કાઠીયાવાડ સર્વસંગ્રહ મુજબ''કોળી''શબ્દનું મૂળ નક્કી કરવું કઠણ છે.
(૨) ફાર્બસ રાસમાળા મુજબ''મૂળ પુરુષનું નામ કોળી''ઉપરથી કોળી શબ્દ આવ્યો.
(૩) ડૉ.વિલ્સનના કહેવા મુજબ''કુલી''ઉપરથી કોળી કહેવાયા.
(૪) વિંધ્યની દક્ષિણે મધ્યપ્રદેશમાં વસતી કોલ જાતી પરથી કોળી શબ્દ આવ્યો.
(૫) કેટલાક વિદ્વાનોના મત મુજબ''કુળ''શબ્દ પરથી કોળી શબ્દ આવ્યો.
(૬) કેટલાક વિદ્વાનોના મત મુજબ''કોર''એટલે કે કિનારા પરથી કોળી શબ્દ આવ્યો.
(૭) મુંબઇ ઇલાકાનું ગેઝેટ (૧૯૦૧-૨૩૬) કોળી શબ્દનો અર્થ''મછવા''કરે છે.
(૮) સાર્થ જોડણી કોષમાં ત્રણ અર્થો દર્શાવ્યા છે.
(અ) ઠાકરડા જાતનું (બ) ઠાકરડો (ક) કાળો આદમી વળી કોળી સ્ત્રી માટે''કોળણ''શબ્દ પ્રયોજાયો છે.
કોળી સમાજ માટે ઓળખના કેટલાક પ્રચલિત શબ્દો જેવા કે કેવટ, નિષાદ, મલ્લાહ, નાવિક, મછુઆ, ઘીવર વગેરે 
ધંધા કે વ્યવસાયને લગતા સંબોધનો છે.
નેપાળ પ્રદેશમાં રોહિણી નદીને કાંઠે કપિલ વસ્તુ નામક શાક્યોની નગરી હતી. તે નદીને સામે કાંઠે રામગ્રામ નામક નગર
 કોળી સમાજની વસતી ધરાવતું ગામ હતું.
એક દંતકથા મુજબ કાશીનગરીના એક મહારાજાનું નામ''કોળી''હતું. આ રાજવીએ ઉગ્ર તપ કરવા થકી''રાજર્ષિ કોળી''તરીકે 
પ્રખ્યાત થયા. એ કાળમાં એક શાક્ય કુમારીને ગળતા કોઢની બિમારી થતા સુખ સુવિધાના સાધનો સાથે ગુફામાં પુરવામાં
 આવેલી જે સમય જતા કુદરતી રીતે વ્યાધિમુક્ત બની. એક જંગલી વાઘે ગુફાનું દ્વાર ખોલ્યું અને યોગાનુંયોગ''રાજર્ષિ કોળી''ત્યાં
 આવ્યા જેણે કન્યાને વાઘથી બચાવી પત્ની તરીકે સ્વીકારી. સમય જતાં કન્યાના ઉદરે ૧૬ પુત્રો જનમ્યા જેઓને પુત્રોની
 માતાએ કપિલ વસ્તુ તરફ મામા અને નાના પાસે મોકલ્યા. અહી શાક્યોએ આ ભાણેજોને ૧૬ ગ્રામ આપી કપિલવસ્તુના
 નાગરિક બનાવ્યા. આ ૧૬ કુમારોનો વંશ''કોલિયવંશ''કહેવાયો.
કોળીઓનો સંબંધ ભગવાન બુદ્ધ સુધી પહોંચે છે કારણ કે બૌદ્ધ ગ્રંથો મુજબ બુદ્ધની માતા માયા દેવી તથા પત્ની યશોધરા તે
 કોળી સમાજની સ્ત્રીઓ હતી. કોળીઓનું ગોત્રનામ''વ્યાઘ્રપદ''છે.
બૌદ્ધ ગ્રંથો મુજબ રાજા ઓપુરની વંશાવળીમાં ઓપુરનો પુત્ર નિપુર, નિપુરનો કરણ્ડક, કરણ્ડકનો ઉલ્કામુખ, ઉલ્કામુખનો 
હસ્તિક શિર્ષ, હસ્તિક શિર્ષનો સિંહદનું આ સિંહદનુંને ચાર પુત્રો અને એક કન્યા હતી. પુત્રો (૧) શુદ્ધોદન, (૨) દ્યોતોદન (૩)
 શુલ્કોદન, (૪) અમૃતોદન અને કન્યા - અભિતા.
સુમતિ નામક શાક્ય કોલિયવંશની કન્યા સાથે લગ્ન કર્યા અને તેની પુત્રી માયાદેવી તે કપિલવસ્તુના રાજા શુદ્ધોદનની 
રાણી માયા દેવી. શાક્ય રાજા સુમતિ કપિલવસ્તુની પાસે દેવદહનગરના શાસક હતા. માયાદેવીની અન્ય ૬ બહેનો પૈકી
 સૌથી નાની મહાપ્રજાપતિ ઉર્ફે ગૌતમીના લગ્ન પણ શુદ્ધોદન રાજા સાથે થયેલા રાજા શુદ્ધોદન અને કોળી વંશીય ભાર્યા
 માયાદેવીના ગર્ભથી પુત્ર સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ જન્મ્યા. આમ બુદ્ધનું મોસાળ''કોળી''કહેવાય.
પ્રાચીન યુગમાં કોલિય સમાજનું સંગઠિત પ્રભાવશાળી ગણતંત્ર રાજ્ય હતું. કોળી ક્ષત્રિયો તે રાજ્યોના રાજા હતા. રામગ્રામ,
 દેવદહ, ઉત્તરકલ્પ, હસિદવસન, સંજનેલ, સાપુત્ર, કક્કર પતન વગેરે રાજ્યોમાં કોળી- ક્ષત્રિયોની ધજા ફરકતી. ભગવાન
 બુદ્ધે પોતાના વસિયતનામામાં પોતાના નિર્વાણ બાદ અસ્થિનો આઠમો ભાગ કોળી સમાજને સ્મારક માટે આપવો અને તે 
આજ્ઞાા મુજબ બુદ્ધના નિર્વાણ પછી તેમને પ્રાપ્ત થયેલ અસ્થિ ઉપરસાંચીના સ્તુપનું નિર્માણ કરેલ હતું.
ખરેખર તો કુશીનગરમાં બુદ્ધ નિર્વાણ પામ્યા ત્યારે તેમના અસ્થિ માટે ઝઘડો થયેલ અને મલ્લરાષ્ટ્ર પર કોળી ક્ષત્રિયોએ ચઢાઇ 
કરેલ. આ કોળી શાસકોને અજાત શત્રુ, મલ્લરાજ કે લિચ્છવીઓનો ડર નહોતો. વળી રોહિણી નદીના પાણી માટે શાક્યો અને
 કોળીઓ વચ્ચે ઝઘડો થયેલ તે બુદ્ધે ઉપદેશ આપી શાંત પાડેલ હતો.
સોળ વર્ષની ઉંમરે કુમારે સિદ્ધાર્થના લગ્ન કોળી કુમારી યશોધરા સાથે થયા. પુત્ર રાહુલનો જન્મ થયો ત્યારે સિદ્ધાર્થની ઉંમર
 ૨૮ વર્ષની હતી. ૨૯ વર્ષની ઉંમરે સિદ્ધાર્થ ગ્રહત્યાગ કર્યો છે. છ વર્ષના તપ બાદ બૌધિજ્ઞાાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થ''બુદ્ધ''બન્યા
 અને ૮૦ વર્ષની ઉંમરે પરલોકવાસી થયા. તેમને લાધેલુ સત્ય (૧) સંસારમાં દુઃખ છે. (૨) દુઃખનું કારણ હોય છે. (૩) દુઃખનો
 ઉપાય હોય છે. (૪) તે હાથવગો હોય છે. આમ ઇ.સ.પૂર્વે ૫૬૬માં બુદ્ધનું પ્રાગટય થયું. બુદ્ધનો જન્મ, (લુમ્બીની ખાતે) જ્ઞાાન 
પ્રાપ્તિ અને નિર્વાણ એ ત્રણેનો એક જ દિવસ તે''વૈશાખી પૂર્ણિમા''
કોળી રાજવી અંજને પૂર્વે ચાલતી''કાડજ સંવત''નું સંશોધન કરી''અંજન સંવત''ઇ.સ. પૂર્વે ૬૯૧ ચૈત્ર માસથી ચાલુ કરેલ. 
બર્માના બૌદ્ધ ગ્રંથોમાં તથા પાલી સાહિત્યમાં આ અંજન સંવતનું ખુબ જ મહત્વ છે.
મહારાષ્ટ્રમાં કોળી સમાજની માન્યતા મુજબ મહર્ષિ વાલ્મિકી કોળી હતા. મહારાષ્ટ્રમાં બરાર પ્રાંત- પુણ્યગંગા નદી તેના 
ઉત્તર કિનારા પર અમરાવતી પાસે દરિયાપુર જિલ્લામાં કાસમપુર ગામ છે ત્યાં વાલ્મિકી મઠ છે જે કોળી મઠ કહેવાય છે.
 તેના મહંતો કોળી સમાજના બાલબ્રહ્મચારી હોય છે.
રામને સરયુ પાર ઉતારનાર કેવટ તથા શૃંત્રવેરપુરના રાજા ગૃ્રહ પણ આ કોળી સમાજના હતા. તેમજ શબરી ભીલનું
 દ્રષ્ટાંત પણ ઉપલબ્ધ છે.
મહાભારત કાળની વાત કરીએ તો મહર્ષિ વેદ વ્યાસ માછીમાર પુત્રી મત્સ્યગંધાના સંતાન હતા. વળી એકલવ્ય કે જે ભીલ
 જ્ઞાાતિનો હોઇ ગુરુદક્ષિણામાં દ્રોણે અંગુઠો માગ્યો હતો.
અંગુલીમાલ લુટારો કે જેને બુદ્ધે જ્ઞાાન આપી સુધાર્યો તે પણ આ સમાજનો હતો.
ઇ.સ.પૂર્વે ૫૦૦૦થી ૩૦૦૦ સુધીના''મોહન-જો-દરો''ના અવશેષોમાં કોળી રાજવીઓનો ઉલ્લેખ જોવા મળે છે.
ુબુદ્ધપત્ની યશોધરા બિંબા (મુમ્બા) દેવી રૃપે કોળીની કુળદેવી બની મુંબઇમાં બિરાજે છે જેના પરથી મુમ્બાકઆઇ મુંબઇ 
નામોનિધાન બન્યુ.
રામાયણના કિષ્કિન્ધા કાંડમાનો શબ્દ'કોલુક'તથા પંચતંત્ર વગેરેમાં આવતો''કૌલિક''શબ્દ કોળીનો વાચક છે.
ઇતિહાસ પ્રસિદ્ધ ચંદ્રગુપ્ત મૌર્ય પણ આ સમાજનો અંશ હતો. ઇક્ષ્વાકુ વંશની ૯ જાતિઓ આ મુજબ હતી (૧) મલ્લ
 (૨) જનક (૩) વિદેહ (૪) કોલિય (૫) મૌર્ય (૬) લિચ્છવી (૭) જ્ઞાાત્રિ (૮) વજ્જી (૯) શાક્ય. આ જ્ઞાાતિઓ વચ્ચે કૌટુંબિક
 સંબંધો હતા. શત્રુના આક્રમણથી કેટલાક શાક્યો હિમાલયના નિર્જન પ્રદેશમાં વસ્યા અને નવુંનગર મયુરનગર વિકસાવ્યું 
તેથી મૌર્ય કહેવાયા. વળી જ્યાં નગર બાંધ્યું ત્યાં મોર વધારે હતા. તેથી ત્યાના લોકો મૌર્ય કહેવાયા. વળી'મુરા'નામની 
કન્યાથી ઉત્પન્ન થયા તે મૌર્ય આમ જુદી જુદી કિવદંતીઓ પણ જોવા મળે છે.
હરિવંશ, મત્સ્ય પુરાણ, મારકન્ડેય પુરાણ, વાયુપુરાણ, મહાભારત સભાપર્વ, અશ્વમેઘપર્વ, વગેરે સ્થળે આ કોળી જાતિનું
 અસ્તિત્વ તથા વર્ણન જોવા મળે છે.
દા.ત. મત્સ્યપુરાણ અધ્યાય ૧૧૪ (૩૫) મુજબ.
''શુરસેનો ભદ્રકારા વાહ્યા સહપટચ્ચરા ઃ ।
મત્સ્યાઃ કિરાતાઃ કુલ્યાશ્ચ, કુન્તલાઃ કાશી કૌશલાઃ ।।''
અને આ સ્થળે શ્લોક નં ૩૬, ૪૬, ૪૯માં આ મુજબ વર્ણન છે.
''તેષાં પરે જનપદા દક્ષિણાપથ વાસિનઃ ।
પાણ્ડયાશ્ચ કેરલાશ્ચૈવ, ચોલાઃ કુલ્યાસ્તથૈવચ ।।
અને કુલીયાશ્ચ સિરાલાશ્ચ રૃપાસાસ્તા પસેઃ સહ ।
તથા તૈતિરિકાશ્ચૈવ, સર્વે કારસ્કરા સ્તથા ।।''
આમ ઉપર વર્ણવ્યુ તેમ પુરાણોમાં કેટલીયે વાર''કોલ''એટલે કોળી જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. દક્ષિણની
 ભાષાઓમાં'ક'નું અપભ્રંશ'ચ'થાય છે એટલે''ચોલ''''ચા''લવંશ કે'ચોલી'એ કોલી શબ્દનું જ સ્વરૃપ છે. પંજાબમા
 જ્ઞાાતિ માટે'કુલર'શબ્દ 
જોવા મળે છે. પુરાણોક્ત'કાલિવાલા'કે'કોલવન'શબ્દ કોળીઓની વસતી ધરાવતા પ્રદેશ માટે છે.
 તિબ્બની ભાષામાં'ક્રોડત્ય'કે'કોડય'શબ્દ પ્રચલિત છે. ગુજરાતી, મરાઠી કે રાજસ્થાનીમાં જે''કોળી''કહેવાય છે
 તે યુ.પી.માં''કોરી''ભરતપુર તરફ'કોરિયા', બંગાળ-બિહારમાં'કોઇરી'વિ. શબ્દો પ્રચલિત છે. સંતશ્રી કબીર સાહેબ 
બ્રાહ્મણ સ્ત્રીના પુત્ર કે પછી મુસ્લિમ વણકર હતા તે માન્યતા સામે ખુદ પોતાના કેટલાક''દોહરા''માં'કહત કબીર કોરી'એમ
 દર્શાવી પોતાને કોળી તરીકે વર્ણવે છે તે માટે પણ એક વિશેષ સંશોધને અવકાશ રહે છે.
ચીની યાત્રી લ્યુ-એન-સંગે કોળીને''કિલોયુટા''નામથી વર્ણવેલ છે. કુલુના રાજા પણ કોળી હતા. આમ કોળી'કુલ્ફ'પ્રાન્તની 
અત્યંત પ્રાચીન જાતી છે. કુલ્ય, કુલીય, કોલિય, કોળી કોન, (ચોડ, ચોલ, ચોળ, ઓલિય, ચુલીય) કુલુટ, કુરૃટ, કુલુ, કુલિન્દ
, કૌલિન્દ વગેરે પારસ્પરિક શબ્દો ધરાવતી'કોળી'જ્ઞાાતિ માટે ભારતના વિવિધ સ્થળોએ પ્રચલિત શબ્દાવલી જોવા મળે છે.
 હરિવંશ મુજબ મહારાજા સગરના સમયમાં પણ કોલી જાતિની ઉપસ્થિતિ અન્ય જાતિઓ જેવી કે શક, યવન, કામ્બોજ, પારદ,
 સર્પ, મહિષ, દારદ, કેરલ, ખસ, તાલજંઘો વિ. સાથે દર્શાવેલ જોવા મળે છે. સગર ભગવાન રામથી કેટલીય પેઢી પૂર્વે થયા
 આમ કોળી સમાજ ક્ષત્રિય વર્ણથી જ હતી. કોળીઓની એક ઉપજાતી, અહિરવર છે. આ મુજબ કોળી નાગજાતી પણ ગણાય છે.
સમગ્ર ભારતમાં કોળીઓની ૧૦૪૦ કરતાં વધુ કોમો છે- મુંબઈના વસઈ, માહિમ વગેરે ટાપુઓ પર કોળીઓનું વર્ચસ્વ હતું
 દેશના સ્વતંત્રતાના ઈતિહાસમાં કોળી વીર અને વીરાંગનાઓએ પણ શૌર્ય દાખવેલુંકોશલ રાજ વિરૃઢકના આક્રમણથી
 શાક્યોનો નાશ થતા કોળી લોકોને પણ લડવું પડેલ અનેશક્તિ નબળી થતાં વિવિધ સ્થળો જેવા કે હિમાલયના પહાડી
 પ્રદેશો, નેપાળ, તિબેટ,કાશ્મિર, વિ. સ્થળોએ સ્થળાંતર કર્યું. ઉપરાંત મગધ વગેરે મોટી સત્તાઓનું પ્રભુત્વ તેમજ પરસ્પર
 કુસંપ પણ કારણભૂત છે. આ અવસ્થા - છિન્નભિન્નતા - ઈસુ પહેલાની શતાબ્દિઓમાં થઈ હતી. આવો કોળી સમાજ
 સિંઘ-સૌરાષ્ટ્રના ઘણાં વિભાગોમાં, પૂર્વ સમુદ્રઘાટ, ગુજરાત મહારાષ્ટ્ર સહિત દક્ષિણના અંદરના ભાગોમાં પણ ફેલાયો હતો
. કર્ણાટકના સમુદ્રતટનો ઘાટક્ષેત્ર જે ''માવર'' કહેવાતો ત્યાં કોલમ નામનું બંદર કોળીઓનું હતું. રાજસ્થાનની કેટલીક
 કોળી જાતિપોતાને ''માવર''ની ઉપજાતિ કહેવડાવે છે. પશ્ચિમ કિનારો કોળીઓના અધિકારમાં હતો. દક્ષિણના કોલમ
, કોલકોટ (કાલીક્ટ), ડ્રયુ (દીવ) વિ. મુખ્ય બંદરો કોળીઓના તાબામાં હતા. શિવાજી મહારાજને ''માળવા'' કોળીઓએ
 સહકાર આપેલ. સ્વતંત્રતાના શહીદ તાનાજીરાવ માલસુરે કોળી સમાજના હતા. મુંબઈમાં ૧૬મી સદીમાંજૂરણ પાટીલ
 નામે કોળી ગૃહસ્થ મહાદાની હતા, જેની યશગાથા મુંબઈના કોળી સમાજમાંગવાય છે. મુંબઈ વિસ્તારમાં વર્ષો પૂર્વે ૭ દ્વિપો
 હતા જે કોળી લોકોના અધિકારમાં હતા. મુંગા નામના એક કોળીએ આશરે ૫૦૦ વર્ષ પહેલાં ખુલ્લા મેદાનમાં મુંબઈ વસાવ્યું
 તે આજે દેશની આર્થિક રાજધાની બની રહ્યું છે. નવસારી, દમણ, સંજાણ, માહિમ, શુર્પારક, વસઈ (મુંબઈ)ને ચઉલ એ બદા
 કોળીઓના મૂળ બંદરો હતા. સમગ્ર ભારતમાં કોળીઓની ૧૦૪૦થી વધુ જ્ઞાાતિઓ - પેટાજ્ઞાાતિઓ, ગોત્ર સહિતની છે.
 કોળીઓની વસતી ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરેરાશ ૨૫ ટકા જેટલી છે. દક્ષિણ ગુજરાતના કોળીઓની વસતીવાળા
 તાલુકાઓ ઓલપાડ ચોર્યાસી, નવસારી, ગણદેવી, વલસાડ, ચીખલી, ધરમપુર, પારડી, ઉમરગામ, બારડોલી, વાલોડ,
 મહુવા, માંડવી, માંગરોળ, અંકલેશ્વર, ઝગડીયા, હાંસોટ, કામરેજ અને કાંઠા પ્રદેશોમાં વિશેષ વસતી ધરાવે છે.સમયાંતરે
 ભૂતકાળમાં કેટલેક સ્થળે કોળીઓને ગુનેગાર ગણવામાં આવતાં પરંતુ અભ્યાસુ એલીસકલોક, અને હાર્ડીમને કોળીઓની
 ગુનેગારી પ્રવૃત્તિ માટે તેઓને જવાબદાર ન લેખાવતા જે તે વખતની સામાજિક પરિસ્થિતિને કારણભૂત લેખાવી કોળીઓને
 નિમિત માત્ર ઠેરવ્યા છે. હકીકતે આ કોમ શૌર્યવાન, ઝિંદાદિલ, દેશ અને વતન તેમજવચનને ખાતર ફના થઈ જવાની
 તમન્નાવાળી છે, રાષ્ટ્રવાદી છે, ધર્મરક્ષક છે. મહાત્મા ગાંધીએ પણ એક વાર વિધાન કરેલું ''કોળીઓ તો બળિયા છે.
''સ્વતંત્રતાનો ઈતિહાસ પણ આ કોમના વીરો અને વીરાંગનાઓના શૌર્ય કથાનકોથી અંકિત છે. કેટલાક દ્રષ્ટાંતો જોઈએ 
તો (૧) ૧૮૫૭ના બળવા વખતે ઝણકારી દૂલૈયા નામની કોળી સ્ત્રી રાણી લક્ષ્મીબાઈને બચાવવા રાણીનો વેશ લઈ
 અંગ્રેજ જનરલ રોઝ સમક્ષઉપસ્થિત થઈ હતી. ઝણકારીના પતિનું નામ પુરણ હતું. ઝણકારીમાં રાષ્ટ્રને માટે બલિદાનની
 ભાવના હતી. આ સ્ત્રીને અંગ્રેજ છાવણીમાં દુલ્હાજુ નામની વ્યક્તિએ ઓળખી કાઢેલ. છેવટે અંગ્રેજોએ ઝણકારીને છોડી
 મુકેલ જે કેટલાક વર્ષો પર્યંત જીવતી રહી હતી. (૨) નગરપારકર (સિંધ)નો રૃપા કોળી જે જંગલમાં છુપાયેલ રાજાનેભોજન
 વિ. પહોંચાડતો તેની પાસે અંગ્રેજ અમલદાર તરવેટે રાજા ક્યાં છુપાયો છે તેની વિગતો માગી પરંતુ રૃપાએ રાજાની ભાળ
 આપી નહીં તેથી તેના પુત્ર અને પત્નીને અંગ્રેજો દ્વારા ગોળીએ દેવાયેલ અને રૃપાને પણ રીબાવીને માર્યો છતાં દેશભક્ત
 રૃપો ટસનો મસ ન થયો. (૩) ગાંધીજીને કોળીઓએ મીઠાના સત્યાગ્રહમાં સાથ આપ્યો (૪) પુ. બાપુનો અંગત સાથી એક
 કોળીનો છોકરો હતો જેણે બાપુને મૃત્યુ પર્યંત સાથ આપ્યો હતો. (૫) કોળી આગેવાન ફકીરાભાઈ ઉપર ગાંધીજીને ખૂબ
 પ્રેમ હતો. (૬) કોળી સ્ત્રીઓએ પણ સત્યાગ્રહ સમયે બહાદુરી બતાવેલ જેમ કે ૪૨ની લડાઈમાં કોળી મગનધનજીને ગોળી
 વાગેલ તેને કોળી બહેનોએ રક્ષણ આપી સારવાર કરેલ.મઢવાડ ગામના પાદરમાં સર્વ કોળીશ્રી (૧) મોરારભાઈ પાંચીયાભાઈ
 (૨) રણછોડભાઈ લાલાભાઈ તથા (૩) મગનભાઈ ધનજીભાઈ વિ. શહીદોની સ્મૃતિમાં સ્મૃતિ સ્તંભ ઉપલબ્ધ છે.
 (૭) ભાવનગરના સત્યાગ્રહ તરીકે ઝઝુમીને શહિદ થયેલા કાનજી માસ્તરના ઘેર તેમના પત્ની સોનબાઈને સાંત્વના
 આપવા ખુદ ગાંધીજી ગયા હતા અને સાથે ઠક્કરબાપાપણ હતા. જ્યાં ગાંધીજીના કહેવાથી સોનબાઈએ સોનાના
 ઘરેણાંનો ત્યાગ કરેલ. કાનજીમાસ્તર સ્વદેશીની લડાઈમાં લાઠીચાર્જથી શહિદ થયેલ.
 (૮) મટવાડ-કરાડી (જલાલપુરતાલુકા)ના પાંચા કોળીએ ગાંધીજીને ૧૯૨૦-૨૧ના અસહકાર આંદોલનમાં સાથ આપેલ.
 (૯)૧૯૩૯માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન ડાયાભાઈ ગોવિંદજી કોળી ગોળીએ વિંધાઈ શહીદ થયેલા
.અન્ય શૌર્યકથાઓ જોઈએ તો શ્રી મેઘાણીના ''માણસાઈના દીવા'' પુસ્તકમાં દેવડી-વહાસોલનો મોતી બારૈયો ઉલ્લેખાયેલ છે,
જે બહારવટીયો બન્યો પણ રવિશંકર મહારાજેસુધારર્યો. આ સીવાય કાવીઠા વાળા ખોડિયા, કણભાના ગોકળ બારૈયા, 
વાઘલા કોળી, ફૂલો વાવેચો, હેમતા બારૈયા આ સઘળાને રવિશંકર મહારાજે સુધાર્યાના ઉલ્લેખો જોવા મળે છે.હિંગળાજ
 માતાની આજ્ઞાાનુસાર કોળીઓ સિંઘ પ્રદેશમાંથી નળ સરોવરના પ્રદેશમાં વસ્યા તે શાખે ''મેર'' કહેવાયા.
 આ કોળી સમુહનો સરદાર સોનંગમેર હતો જેને ૧૨ પુત્રો હતા જેનો પ્રથમ પુત્ર નામે નળવાન નળસરોવર વસ્યો
 જે પ્રદેશમાં હિંગળાજનો આરો છે. જ્યારે બીજો પુત્ર ધનમેર હતો જેણે ધંધુકા વસાવ્યું. આ ધનમેર દાનવીર તરીકે
 પ્રખ્યાત હતા. ધનમેરની પુત્રીના લગ્ન રાણપુર વસાવનાર રાણજી ગોહિલ સાથે થયેલા. આ કન્યાથી જે પુત્ર થયો તેને
 ગરાસમાં ''ખસ'' ગામ મળ્યું તેથી તેના વંશજો ખસિયા કોળી કહેવાયા. આ કોળી ઠાકોર ધનમેરે સોમનાથના રક્ષણ
 માટે યવનો સાથે લડાઈ કરી વંથલી પાસે શહીદ થયેલા. આ લડાઈ વખતે તેને મોખડાજી ગોહિલ અને રા'મહિપાલનો
 સાથ હતો.ઈડરમાં પ્રતિહારો (પઢીયારો)ની સત્તા પછી કોળી લોકોની સત્તા થઈ. રાઠોડોએ ઈડર લીધું તે પહેલા હાથી સોડનો 
પુત્ર કોળી નરેશ સામડીયો સોડ રાજ્ય કરતો હતો.બરવાળા ધંધુકા પાસે હેબતપુરા ચુંવાળિયા કોળી નાથીયા લૂણીયા ઉર્ફે
 નાથાજી કોળીને ઘેર કડી ગામથી ભંકોડાના કાનાજીના દીકરાની જાન આવી હતી. આ સમયે શાહજહાઁનો પાટવી શાહજાદો
 દારા શિકોર જે ઓરંગજેબનો ગુનેગાર હતા જે છુપાવેશે ઔરત નદીરાબાનુ તથા પુત્ર શિફીર શિકોર સાથે છુપા વેશે ભાગેલ
 તેનો પીછો દગાખોરજયસિંહ કરતો હતો. આ દારાએ હેબતપુર આવી નાથાજીનો આશરો લીધો. જયસિંહ અને મોગલ
 સૈન્યના આવવાના વાવડ જાણી નાથાજીએ લગ્ન પૂર્ણ થયા પછી ધીંંગાણાની તૈયારી કરી. નાથાજીએ દારા અને તેના
 માણસોને પોતાના પુત્ર હેબતને સોંપ્યા. હેબતપુરનાપાદરે ૫૦૦ કોળી અને ૧૦૦૦ની મોગલ ફોજ વચ્ચે ધીંગાણું થયું.
 નાથાજી અને તેના વેવાઇ કાનાજી ઘવાયા અને છેલ્લા શ્વાસે હતા ત્યારે જયસિંહે દારાને નહિં પકડવાનું વચન આપ્યું.
નાદીરા બાનુની નાની દીકરી જહાનજેબને દારાની બેન જહાનઆરાને દિલ્હી ખાતે સોંપવાનું નક્કી થયું. ત્યાં અફઘાનનો
 મલેક જીવણખાન આવ્યો. ઇ.સ. ૧૬૫૮ના જુન માસના પ્રથમ અઠવાડીયામાં હેબત નીકળેલ તે ૨૮ ઓગષ્ટે દિલ્હી પહોંચ્યો.
 પરંતુ ખુટલ મલેક જીવણખાને દારાને પકડાવેલ તેથી હેબતે જીવણખાનને માર્યો. ૧૫ વર્ષ પછી ગુજરાતના સુબા શાહજાદા
 મહમદ આઝમશાહ હેબતપુર આવ્યો ત્યારે તેની પત્ની જહાનઝેબ હતી જેને હેબતે સહીસલામત દિલ્હી જહાનઆરાને 
પહોંચાડેલી. આ જહાનજેબે હેબતપુરમાં હેબતને ભાઇ કહી રાખડી બાંધેલ હતી.ગામ માત્રામાં કોળી વીર જોગરાજીઓ
 મીઠો ગોબર હતો જેણે દીપડા સાથે બથમબથા લડાઈકરી દીપડાને માર્યો હતો. વીંછીયાથી કોળીની ૭ જાનો માત્રા ગામે
 પરણવા આવી હતી. ત્યારે બલોચોએ માત્રા ગામનું ગાયોનું ધણ વાળ્યું. મીઠા ગોબરે ગાયો પાછીવાળી મીઠો ધીંગાણામાં
 કામ આવ્યો. આ બનાવ સંવત ૧૯૩૯ના માગશર સુદ બીજ ને મંગળવારે બનેલ આ મીઠા ગોબરનો પાળિયો મોટા માત્રા
 ગામના પાદરે છે.પોરબંદર- નવી બંદર આસપાસનો ખારવા સમાજ જે નવીના કે પોરના ખારવા કહેવાય છે. તેમના
 બારોટના ચોપડાની નોંધ મુજબ મહમદ ઘોરી અને અલાઉદ્દીનની સેનાઓ ૧૮ વખત સોમનાથ લુંટવા આવેલી ત્યારે તેને
 શિકસ્ત આપવા જે રાજસ્થાનથી રજપુતો આવેલા તેપૈકીના અને કાળે ક્રમે અહિં કાંઠે સ્થિર થયેલા લોકો છે. ક્ષાર (મીઠા)ને
 લગત ધંધો તેથી ખારવા કહેવાયા.અઢારમી સદીમાં મોગલ રાજ્ય પડી ભાંગ્યું ત્યારે કોળી ઠાકરડા સરદારે ઝીંઝુવાડાતાલુકો
 જીતી લીધેલ. ધ્રાંગધ્રાના ઝાલા રાજવંશના એક ક્ષત્રિયે કોળી કન્યા સાથે લગ્ન કરતા તેને નાત બહાર મુકાયેલ તેથી
 કોળીમાં ભળ્યો તે કભાજી ઝાલાના બે પૌત્રો રાયસિંહ જેના વંશજો રાસાણી કોળી તથા મેલોજી જેના વંશજો મેલાણી કોળી
 કહેવાયા.સમુદ્ર કાંઠાના કોળીઓ કુશળ નાવિક અને કેટલાક સમુદ્રી લુટારા પણ હતા. અને મુસ્લીમો- કાબાઓના વહાણો
 લૂંટી લેતા. ગુજરાતમાં કેટલેક સ્થળે કોળીઓના રાજ્યોહતા જે જાગીરદાર અને વર સલામીવાળા રાજ્યો ગણાતા.
 બિહારમાં જેને ભૂમિહારો કહેવાય છે તે કોળીમાંથી બન્યા છે. કોળીઓનું જાતી ચિન્હ કુકડો અને ઝંડો પચરંગી હોય છે. 
આ સમાજમાં પર્દાપ્રથા હોતી નથી. ૧૯૬૧ના અરસામાં આ સમાજના શ્રી યુ. બી. વરલીકર કે જેઓ મુંબઇ કોર્પોરેશનના
 મેયરપદ સુધી પહોંચ્યા હતા તેઆ સમાજના ઉજ્જવળ ભાવિનું મંગળ એંધાણ ગણી શકાય.ગુજરાતના કોળી સમાજમાં
 ઘણા પેટા વિભાગો છે જે અંગે વિસ્તૃત છણાવટ કરતા હરકાંતભાઈ રાજપરા નોંધે છે કે (૧) તળપદા કોળી કે જેઓ 
તળપદના રહેવાસી કહેવાય છે તેના ૨૨ વિભાગો છે. (૨) ચુંવાળના રહિશ કે જે ૪૪ ગામોનો ગોળ કહેવાય છે તેની ૨૧
 શાખાઓ છે. જેમાં જહાંગીરીયા, પાટણવાડિયાવિ. મુખ્ય છે. (૩) ઘેડ-માંગરોળ- ગોસાબારા (સોરઠ પંથક)ના ઘેડીયા કોળી
 (૪) જાફરાબાદ પંથકના શિયાળ (૫) દીવના દિવેચા (૬) ખસ (ભાલ)ના ખસિયા (૭) ખાંટ કોળી (૮) પતાંકિયા
, (૯) થાન પંથકના પાંચાળી (૧૦) નળ સરોવર આસપાસ પઢાર (૧૧) મહી કાંઠાના મેવાસા (૧૨) અમદાવાદના રાજેચા
 (૧૩) દેવગઢ બારિયાના બારૈયા (૧૪) સુરતના ભીમપોરિયા તેમજ (૧૫) કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા,
 તેગધારી વિગેરે. આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠીયા કોળી, ઠાકોર કોળી, હુણ કોળી, ડાંડા (મુંબઈ) કોળી
 વિ. જોવા મળે છે. આ જ્ઞાાતિમાં રાજપુતી અટકો જેવી કે ઝાલા, શિકરવાડ, જરોલિયા, કટહરિયા, ચૌહાણ, વાઘેલા
 પવાર, સરવૈયા, વાઘેલા, મારૃ, પરમાર, સોલંકી, ગામિત, જમોડ, કાગડીયા, બામણીયા, રાઠોડ, મકવાણા, કુણખાણિયા,
 મેર, ગોહેલ, જાદવ વિ. અટકો પણ જોવા મળે છે.અન્ય મત મુજબ તળપતિ (પૃથ્વીના માલિક)નું અપભ્રંશ તળપદા થયું છે 
વળી દરિયા આધારિત ધંધો હોય તે મતિયા કોળી, માટી ખોદનાર તે ખેડવાયા, અનાવિલ જમીનદારોના નોકર તે ગુલામ
 કોળી, માંધાતના વારસદારો તે માન-સરોવરિયા જે મીઠુ પકવે છે, વિ. પ્રકારો શ્રી અર્જુન પટેલે વર્ણવેલ છે. તેમાં પણ
 વળી વંશાવળિયા કે જેઓનાવંશની નોંધ બારોટના ચોપડે હોય તેમજ બિન વંશાવળિયા કે જેના કુળની નોંધ કોઈ બારોટના
 ચોપડે ન મળે તેવા કોળી.કોળીઓનો વસવાટ પરદેશમાં જેમ કે આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ કેનેડા, અમેરિકા, દુબઈ,
 અબુધાબી, મસ્કત જેવા દેશોમાં પણ છે. મુંબઇમાં કોળીઓ કોલાબા, કાલબાદેવી, ભુલેશ્વર, ગિરગામ, પરેલ, અંધેરી,
 દાદર, વિક્રોલી વગેરે સ્થળે વસેછે.
દક્ષિણ આફ્રિકાથી માંડી ઇંગ્લાંડ અને ન્યુઝીલેન્ડ સુધી કોળી સમાજ ફેલાયેલો છે
- મહાસિધ્ધ ધુંધળીનાથ તળપધ કોળી જ્ઞાાતિના હતા
- ભાવનગર નજીકના શિહોરના કોયા ભગતે રચેલી 'કડવી વાણી'
- હમણાં જેનું સંમેલન મળી ગયું એ કોળી સમાજની કથા લેખાંક ૩જો અને છેલ્લો
કોળી સમાજની સામાન્ય લાક્ષણિકતા જોઇએ તો તેઓ શક્તિ-માતાજીના પૂજક હોય છે. જાદુ-ટુચકા, જંતર મંતરમાં ખૂબ
 માનવાવાળા વળી કેટલાંક ભૂવા પણ હોય છે. આ પ્રજા પ્રાચિન પરંપરાઓને વળગી રહેવામાં માને છે. જેમ કે પોરબંદરના
 દિવેચા કોળીના ભદ્રકાળી મંદિરે નવરાત્રીમાં પરંપરાગત છંદો અને ઢાળમાં ગવાતા ગરબા અને તે પણ માઈક વગરની 
ગરબીમાં અને વળી ફરજીયાત ટોપી પહેરીને જ ગરબી ફક્ત પુરુષો જ રમી શકે. જે પ્રથા છેલ્લા ૯૦ વર્ષથી અમલમાં છે જે
 આ જે પણ અકબંધ છે, વળી દેવદેવીઓના વેશ પણ લેવાય છે. તેવી રીતે હાલારના રાવલ, હનુમાનધાર અને આસપાસના 
ગામોમાં વસતા કોળીઓનાપુર્વજો વર્ષો પહેલાં ભાવનગર પંથકમાંથી અહીં કમોદની ખેતીના પ્રશ્ને વસેલાં અને આજે આધુનિક
 યુગમાં જેને સમુહલગ્ન કહેવાય છે તે રાવલથી ભાવનગર પંથક દૂર થતાં સમાજના વિખુટાપણાને કારણે એક કે બે સદી પૂર્વે 
રાવલપંથકમાં સમુહ લગ્ન થતા જે પરંપરા આજે પણ જળવાઈ છે. કોળી સમાજ જુદી જુદી ધાર્મિક માન્યતાવાળો છે જેમાં સંત
 મતના વધારે, સત્સંગના પૂજારી, દાન-પુણ્ય કરવામાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. વળી કેટલાંક નિજારી પંથ (રામદેવ પીર)ના
 અનુયાયી પણ છે. મતીયા કોળીઓ પીરાણા પંથને માને છે અને શબને દાટે છે. આમ છતાં તેઓ સંસ્કારી હિન્દુ છે. અંદરો અંદર
 આ સમાજ એક બીજાને ઊંચા કે નીચા ગણાતા હોય છે જેમ કે ખેડવાયા કોળી ગુલાબ કોળીને નીચા માને, માનસરોવરિયા
 કોળી ખેડવાયાને નીચા ગણે. ઊંચા કોળીના પંચો નીચા કોળીની નાતમાં લગ્નો ન કરવા અથવા દંડ થશે તેવા ઠરાવો કરતા-
 આ સમાજ પોત પોતાના પેટા જૂથમાં જ લગ્નો કરવાનું વલણ ધરાવે છે.
શહેરો કે પરદેશમાં નોકરી ધંધાર્થે વસવાટ કરતા કેટલાક કોળીઓ 'કોળી' શબ્દના વિનિયોગ માત્રથી લેવાઈ રહ્યા છે જેથી 'કોળી'
 શબ્દનો લોપ કરે છે જ્યારે બીજુ જૂથ 'કોળી' શબ્દના ઉપયોગમાં પોતાનું હિત જુએ છે. આમ બંને જૂથો વચ્ચે જ્ઞાાતિનું નામ
 વાપરવા-ન વાપરવાનો જંગ છે એમ કહી શકાય. પરિણામે 'કોળી'ના લોપની અવેજીમાં પીઠાવાળા, પટેલ, મિસ્ત્રી, બોદાલીકર,
 તવડીવાળા જેવી અટકો પણ જોવા મળે છે.
ગામડાના કોળીઓ એક ફળિયા કે ડેલીમાં ૧૦-૧૨ પરિવારો રહેતા હોય પરંતુ કેટલીક વ્યવસાયી જીવની વસ્તુઓ જેવી કે
 કોદાળી, પાવડો, પંજેઠી, ચાંચવો, નરચણા, ઓરણી, ફકડો, તગારા, ટોપલા, દોરડા, અણીયા, પસો, ફાંટીયા, ખાતર ઓરવાનો
 થેલો, કરાંઠી ઉખેડવાનો ચીપીઓ વિ. એક ખમતી ઘર ઘરમાં જ હોય છે અને આ માટે પરસ્પર આધારિત હોય છે. વૃધ્ધ સ્ત્રીઓ
 કે પુરુષો વીછીં ઉતારવો, રતવા ઉંજવા, ટચકીયુ બેસાડવું, હાડકા બેસાડવા કે ચડાવવા, સાપનું ઝેર ઉતારવું, અંભોઈ
 (નાભી-પેચુટી) બેસાડવી, નજર ઉતારવી વિ. દેશી ક્રિયાઓમાં માહેર હોઈ સમાજ સેવા કરતા હોય છે. અહીં પરિવારો વચ્ચે
 'સોંઢલ હગારું' (વસ્તુ કે સેવાઓની પરસ્પર આપ લે) જોવા મળે - વાટકી વ્યવહાર જોવા મળે. લગ્ન પ્રસંગે પીઠીની વધીને 
ઘાણ ભરવો કહેવાય છે. લગ્નની આગલી રાતે સહુ પુરુષો સાથે મળી 'પેણે મુકવો' (મીઠાઈઓ બનાવવી) વિ. કાર્ય કરે. અહીં
 મૃત્યુ પ્રસંગે પડોશી કે સગાં તરફથી 'રસોઈ ઢાંકવા'નો સહકાર જોવા મળે અને વિક્રોલી (મુંબઇ)ના કોળી સમાજે 'મયત ફંડ'
 પણ ઊભું કરેલું છે.
કોળી અંગેની લોકપ્રસિધ્ધ કહેવતો પણ હોય છે. જેમ કે 'કોળી કુકા-અક્કલના ટુંકા, જાનમાં જાય તો વાલના ભૂખાં'
કોળીઓ દેવાદાર પણ ઘણાં હોય છે અને શાહુકારો દ્વારા અમાનુષી શોષણ થતું હોય છે.
કોળી સમાજનું ધંધાકિય વર્ગીકરણ તપાસીએ તો ખેત મજૂર તરીકે 'હાળી ધણીયામાં' અને 'મોર્ગેજ મજૂરી' જેવી પ્રથા હેઠળ
 લાંબો સમય કે આજીવન શાહુકારોની ગુલામી કરવી.
વહાણવટાનો ધંધો ઃ સુરત આસપાસ અને કાંઠા પ્રદેશના વાંસી, બોરસી, ઉભરાટ, દાંડી, ઓંજલ, સુલતાનપુર, ડુમ્મસ,
 સુંવાલી, વરિયાળ, તથા વહાણ વટામાં કાલીકટ, જાવા, સુમાત્રા, શ્રીલંકા, મલબાર, સીંગાપોર અને પશ્ચિમે એબિસિનિયા
 અને ઇજીપ્ત સુધીની ખેપો કરતા.
મચ્છીમારીનો ધંધો સોનકોળી અને મહાદેવ કોળીનો પરંપરાગત વ્યવસાય.
ખજૂરા-તાડ છેદનનો ધંધો તાડ છેદનાર તે તરવડા, નવસારી તાલુકાનાપેથાણ, અબ્રામા, અજગામ, પનાર, કેનેરા, વિ.
 તરવડાનું કામ ૮.૧૦ માસ ચાલે તાડીપીઠાના માલિકો કોળી જુજ-પારસી માલિકો વધારે.
જીન અને વણાંટકામમાં મજૂર તરીકે સુરતમાં ૧૮થી વધારે જીન અને આશરે ૫૨૦ કે તેથી વિશેષ શાળ, ગાંસડી પ્રેસના
 કારખાના વિ.પુરુષો અને સ્ત્રીઓ પણ કામ કરે. જો કે આ ધંધાથી ફેફસામાં બગાડ અને ક્ષય જેવા રોગો થવાની શક્યતા રહે.
 વળી વણકરનું કામ પણ કરે.
રેલવે, પુલો, સડકો તથા સ્ટીલ પ્લાંટમાં ઇરેકશન કામ કોળીઓની કાર્યકુશળતા બર્મા સુધી વખણાતી. ભીલાઈ, જમશેદપુર
 વિ. સ્ટીલના કારખાનાઓમાં કોળીઓ કામ કરે. કોળીઓ જન્મજાત ઇજનેરો કહેવાય છે.
વ્હાઇટ કોલર જોબ શિક્ષકો, તલાટી-કમ-મંત્રીઓ, શિક્ષણ ક્ષેત્રે કેટલાંક સ્નાતકો-અનુસ્નાતકો અને પી.એચ.ડી. સુધીનો અભ્યાસ
 ધરાવનારાઓ, ડોક્ટરો, સીવીલ સર્જનો ઇત્યાદી.
સ્વતંત્ર માલિકીના વ્યવસાયો છાપખાના, વેપારી પેઢીઓ, સોનાચાંદી કામ, હિરાઘસુ, ઘોડાગાડી કે રીક્ષા હાંકવાનું કામ, કસબી
 કારીગર, ડ્રાઈવર, ક્લીનર, કારકુનો, ગુમાસ્તા માસ્તર વિ.
દક્ષિણ આફ્રિકામાં કોળીઓ ટ્રાન્સવાલ, જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, બિનોની, ઇસ્ટ લંડન, ક્રીમ્બર્લી, પોર્ટ એલિઝાબેથ, પીટર
 મેરીટસબર્ગ, સ્પ્રીંગ્સ, ડરબન, લેનેસિયા, ડોટસબર્ગ, માર્શલ ટાઉન તેવી રીતે ઇંગ્લેન્ડમાં લીસ્ટર, લંડન, લીવર પુલ, બોમબીચ,
 વોલસેલ, કોવેન્ટ્રી, વેન્સબરી, વેમ્બલી વિ. સ્થળો તેમજ ન્યુઝીલેન્ડમાં પણ આ સમાજનો વસવાટ છે.
આ કોળી સમાજમાં કેટલાંક સિધ્ધો અને સંતો પણ થઇ ગયા છે તેની વિગતો તપાસીએ તો -
ઉપલેટા પાસે પ્રેહપાટણ નામેનગર હતુ (જેને આજે ઢાંક કહેવાય છે) ત્યાં ધુંધળીનાથ નામે મહાસિધ્ધ થઇ ગયા જેનો જન્મ
 તળપદા કોળી જ્ઞાાતિમાં થયેલો. તેનું બચપણનું નામ ધુંધો હતુ. નાનપણથી જ તે તામસી મગજનો હતો છતાં સેવાભાવી હતો.
 તેણે નાથસંપ્રદાયના સાધુઓની ખુબ સેવા કરી તેને પરંપરાગત રીતે નાથસંપ્રદાયની દિક્ષા અપાઈ. આ પ્રસંગે તેને સંપ્રદાયમાં
 ભેળવવો કે કેમ તેની ચર્ચા થયેલી ત્યારે એક મત એવો પણ પડેલો કે તે જ્ઞાાતિએ શુધ્ધ હોઈ ભેળવવો યોગ્ય નથી પરંતુ અન્ય
 મતાંતર એવા પ્રગટ થયા કે નાથ સિધ્ધાંતમાં જાતીવાદને સ્થાન નથી. પરંતુ તે મહા તામસી છે. જગતને તેનાથી લાભને બદલે
 હાની થવા સંભવ છે. આમ ગુરુઓના વિરોધ છતાં ધુંધાને દિક્ષા અપાઈ હતી. ધુંધાએ બચપણમાં માતપિતાની છત્રછાયા
 ગુમાવેલી તેથી કાકાએ મોટો કરેલો. દિક્ષા અપાયા પછી ધુંધાનું નામ 'ધુંધળીનાથ' રાખ્યું. સમય જતાં ધુંધુળીનાથે અનેક
 પ્રકારની ઘોર તપસ્યાઓ કરી સિધ્ધિઓ પ્રાપ્ત કરી. મહા સિધ્ધ થયા. ધુંધુળીનાથના આશિર્વાદથી ચિત્તોડના રાજા રાયસિંહને
 બે પુત્રો હતા તે પૈકી મોટો પુત્ર રાજાએ ધુંધુળીનાથને અર્પણ કર્યો જેને ચેલો બનાવી ધુંધુળીનાથે તેનું નામ સિધ્ધનાથ રાખ્યું
. પ્રેહપાટણમાં ધુણો પ્રગટાવી તેના રક્ષણની જવાબદારી સિધ્ધનાથને સોંપી ધુંધુળીનાથ દેસાંતર કરવા નિકળ્યા. બાર વર્ષના
 દેસાંતર બાદ ગુરુ પરત થયા ત્યારે જોયું કે ચેલો ઘણો જ દુબળો છે અને મસ્તકમાં જીવાતો પડી છે. ગુરુએ કારણ પુછતાં
 ચેલાએ વર્ણવ્યું કે ગામમાંથી કોઈ ભીક્ષા આપતું ન હોઈ જંગલના લાકડા કાપી માથે ભારો લઇ વેચીને ગુજરાન ચલાવતો
 તેથી આ દશા થઇ છે પરંતુ ફક્ત એક કુંભાર ડોસડી મને ભીક્ષા આપતી. આ વાત જાણી ધુંધુળીનાથ ક્રોધાયમાન થયા. ચેલાને
 સુચના આપી કે પેલી કુંભાર ડોશીને ગામ છોડી જવા કહે અને કહેજે કે પાછુ વાળી જુએ નહીં. ત્યાર બાદ ધુંધુળીનાથે પોતાના
 હાથમાં સવળુ રહેલું ખપર અવળુ કરી વચન ઉચાર્યા કે 'દટ્ટણ સો પટ્ટણ માયા સો મીટ્ટી' પરિણામે પ્રેહપાટણ પડીને પાદર થયું
 અને પેલી કુંભાર ડોસી શંકાશીલ થઇ પરત જોયું તો તે જડવત શીલા બની ગઈ જે આજે પણ ઢાંક ગામના સીમાડે જોવા 
મળે છે. કહે છે કે આ સમયે દેશભરના ૮૪ પાટણ શહેરો પણ નાશ પામેલા. આ નિર્જન અને ઉજ્જડ થયેલી પ્રેહપાટણની ભૂમિને
 સમયાંતરે જૈન મુનીશ્રી ાદલિપ્તસુરીશ્વરજીના વિહાર દરમ્યાન અહીં પધારતા તેની સાથે ઝાલાવાડના લખતર પાસેના
 ઢાંકી ગામના શ્રીમાળી જૈન વણિકો અને સહપ્રવાસી એવા પુષ્કરણા બ્રાહ્મણો કે જેઓ અહીંના વસવાટ દરમ્યાન 'ઢાંકીવાલા'
 કહેવાતા હતા તેઓએ ફરીથી વસાવેલ આ ભૂમિનું નામ 'ઢાંક' પડયું જ્યારે 'ઢાંકી વાલા' નુખ ટુંકાતા ફક્ત 'ઢાંકી' રહ્યું જે હાલાર
 અને પોરબંદર પંથકના વણિકો અને પુષ્કરણા (પોંકરણા) બ્રાહ્મણોમાં 'ઢાંકી' અટક જોવા મળે છે.
જો કે ધુંધુળીનાથને પોતાના આ કૃત્ય બદલ ખુબ પસ્તાવો થયેલ અને સિધ્ધિઓ પણ નાસ પામેલ તે ફરી ઉગ્ર તપસ્યાથી પાછી
 પ્રાપ્ત કરી જુનાગઢ જિલ્લાની ઉબેણ નદીના કાંઠે ધુણો ધખાવી જે ગામની સ્થાપના કરી હતી જેનું નામાભિકરણ ધંધુસર થયેલ
. આ ધંધુસર ગામમાં આજે પણ ધુંધુળીનાથની સમાધિની પ્રાચિન જગ્યા હયાત જોવા મળે છે. આ ઉપરાંત ધુંધુળીનાથની
 યાદગીરી ધાંધલપુર અને ધંધુકા સાથે પણ જોડાયેલી છે.
કોળીજ્ઞાાતિમાં અન્ય એક સંત એટલે ગીરનાર તળેટીના તપસ્વી એવા સંત વેલનાથજી જેણે કોળી સમાજમાં અહિંસાનો
 પ્રચાર કર્યો. તેમણે દાતણ કરેલી વડની ચીર જ જમીનમાં રોપાણી તેમાંથી જે વડ થયો તે વેલાવડ કહેવાયો. ઝવેરચંદ
 મેઘાણીની કૃતિ 'સારઠી સંતો'માં વેલનાથની કથા છે. વેલનાથજીને બે પત્નીઓ હતી (૧) મીણલમા (૨) જસોચા. ગીરનાર
 પર ભૈરવજપ પાસે ધરતીએ મારગ આપતા બે પત્ની સાથે આ વેલનાથજી સમાયા હતા.
ધ્રાંગધ્રાના કોળી ભગત ભાદુરદાસજી થઇ ગયા જેના ગુરુ રામદાસ હતા. તેમની રચનાનું મુખડું જોઇએ તો ઃ
'પહેરી પાંચ તત્ત્વની ખોળી ખોળી રે,
બાવો બેઠા નિરંતર ચોળી,
જુગ જાણે અમો જાતના કોળી રે... હે... જી'
શેત્રુંજી નદીને કાંઠે મેકડા ગામ આવેલ છે ત્યાં કોળી નેધા બારૈયાનો પુત્ર ભક્ત વાલમરામ ઉર્ફે વાલમપીર સંવંત ૧૮૨૩ના
 અરસામાં થયા જે ગુરુ દેવરાજાના શિષ્ય હતા. વાલમરામે પોતાની ગાદી શિષ્ય ગોવારામને સોંપી હતી અને સંવત ૧૯૬૮
ના મહામહિનામાં નિર્વાણ પામ્યા હતા. ભજનની કડી -
શેતલ કાંઠે તે મેકડું ગામ છે રે, ત્યાં તો વાલમપીરનું ધામ છે રે...
વળી ભગવાન સ્વામીનારાયણના શિષ્ય નામે જોબન પગી ઉર્ફે જોબન ભાથા વડતાલો તે પ્રારંભિક સમયમાં લૂટારો હતો
 તેનો જન્મ સંવત ૧૮૩૧માં થયેલ પરંતુ તે ભગવાન સ્વામીનારાયણના સંપર્ક અને ઉપદેશથી સુધર્યો અને ૧૮૬૬માં
 સત્સંગી બન્યો. તેણે વડતાલ મંદિર માટે પોતાની ૧૨ વીઘા જમીન અર્પણ કરેલ તેથી ત્યાં લક્ષ્મીનારાયણદેવનું મંદિર
 બન્યું. જોબન પગી સંવત ૧૯૧૭માં ૮૬ વર્ષની ઉંમરે અક્ષરધામ પામ્યા.
'કોયા ભગતની કડવી વાણી'થી પ્રખ્યાત કોયા ભગત શિહોરમાં થઇ ગયા જયાં ઇ.સ. ૧૭૭૫માં જગ્યા સ્થાપેલ હતી, જે
 પણ કોળી જ્ઞાાતિના હતા.
આ ઉપરાંત કોળીજ્ઞાાતિમાં માંડણ ભગત (છાડવાવદર) આપો ફકીરો, લખમણ ભગત જેવા સંતો અને ભક્તો થઇ ગયા.
જોરદાર ધાર્મિક માન્યતાઓ ધરાવતી આ કોળી જ્ઞાાતિમાં શિક્ષણ વધવાથી પરિવર્તન જોવા મળે છે. જે જ્ઞાાતિ દેવ-દેવીઓ
 કે શુરાપુરા વિ.ને બલી ચડાવી જીવહિંસા કરતી તે હવે ચણા કે ઘઉંના લોટના પશુના નાના પુતળા બનાવી નૈવેદ્ય સમર્પિત
 કરે છે. ઝઘડા સમયે નબળી ભાષા વાપરતી આ જ્ઞાાતિનું સામાજિક સ્તર ઘણું સુધર્યું છે. આ જ્ઞાાતિ ભલે ગરીબ અને પછાત
 હોય તો પણ આગવી સંસ્કારિક્તા સાચવી છે અને અજ્ઞાાનને કારણે અણસમજમાં ડુબેલી આ કોમ હાલમાં આળસ મરડીને
 પુનઃ ઊભી થઇ રહી છે. (સંપૂર્ણ) 

ગુજરાતનો કોળી સમાજ


------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગુજરાતમાં સને ૧૯૩૧ ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ, કોળી લોકોની વસ્તી લગભગ કુલ
 વસ્તીનાં ૨૨% જેટલી હતી અને ગુજરાત ના કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા છે. જેની રથયાત્રા ઘણા
 સ્થળોથી મકર સંક્રાંતિના દિવસે નીકળે છે. 
ગુજરાતનો કોળી સમાજ નીચે મુજબના સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે: 

  • દક્ષિણ ગુજરાત : કોળી પટેલ કે તળપદા, માટિયા, ગુલામ, માનસરોવરીયા.
  • સૌરાષ્ટ્ર : પટેલિયા, ઘેડીયા, વળાંકીયા, ચુંવાળીયા, તળપદા, પગી અને કોળી.
  • ઉત્તર ગુજરાત : ચુંવાળીયા, ઇંદરીયા.
  • મધ્ય ગુજરાત : પરદેશી, તળપદા, ભાલીયા, કોટવાળ, પગી, ચુંવાળીયા, ડેબરીયા, પટેલીયા અને રાઠવા.


કોળી એ ભારત દેશની એક પુરાતન સમુહની જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે મહારાષ્ટ્રગુજરાત
 અને આંધ્ર પ્રદેશતમિલનાડુકર્ણાટકરાજસ્થાનઉત્તર પ્રદેશસહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ
 દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ મુંબઇનાં મુળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઇનાં '
સાત ટાપુઓ' પર વસવાટ કરેલો. ગુજરાતમાં કોળીઓની વસ્તી મુખ્યત્વે રાજ્યનાં દક્ષિણ ભાગમાં સ્થિત મુખ્યત્વે ભાવનગરજુનાગઢસુરેન્દ્રનગરઅમરેલીસુરત,નવસારી,બોટાદરાજકોટ
 જસદણ અને વલસાડ શહેરની આસપાસ છે. જેઓ મહારાષ્ટ્રની જેમ મુખ્યત્વે ખેડૂતો કે માછીમારો છે.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



                   સમગ્ર ભારતમાં કોળીઓની ૧૦૪૦ કરતાં વધુ કોમો છે- મુંબઈના વસઈ, માહિમ વગેરે ટાપુઓ પર
 કોળીઓનું વર્ચસ્વ હતું- દેશના સ્વતંત્રતાના ઈતિહાસમાં કોળી વીર અને વીરાંગનાઓએ પણ શૌર્ય દાખવેલુંકોશલ
 રાજ વિરૃઢકના આક્રમણથી શાક્યોનો નાશ થતા કોળી લોકોને પણ લડવું પડેલ અનેશક્તિ નબળી થતાં વિવિધ 
સ્થળો જેવા કે હિમાલયના પહાડી પ્રદેશો, નેપાળ, તિબેટ,કાશ્મિર, વિ. સ્થળોએ સ્થળાંતર કર્યું. 
                 ઉપરાંત મગધ વગેરે મોટી સત્તાઓનું પ્રભુત્વ તેમજ પરસ્પર કુસંપ પણ કારણભૂત છે. આ અવસ્થા - 
છિન્નભિન્નતા - ઈસુ પહેલાની શતાબ્દિઓમાં થઈ હતી. આવો કોળી સમાજ સિંઘ-સૌરાષ્ટ્રના ઘણાં વિભાગોમાં, પૂર્વ 
સમુદ્રઘાટ, ગુજરાત મહારાષ્ટ્ર સહિત દક્ષિણના અંદરના ભાગોમાં પણ ફેલાયો હતો. કર્ણાટકના સમુદ્રતટનો ઘાટક્ષેત્ર
 જે ''માવર'' કહેવાતો ત્યાં કોલમ નામનું બંદર કોળીઓનું હતું. રાજસ્થાનની કેટલીક કોળી જાતિપોતાને ''માવર''ની
 ઉપજાતિ કહેવડાવે છે. પશ્ચિમ કિનારો કોળીઓના અધિકારમાં હતો. દક્ષિણના કોલમ, કોલકોટ (કાલીક્ટ), ડ્રયુ (દીવ) 
વિ. મુખ્ય બંદરો કોળીઓના તાબામાં હતા. શિવાજી મહારાજને ''માળવા'' કોળીઓએ સહકાર આપેલ. સ્વતંત્રતાના
 શહીદ તાનાજીરાવ માલસુરે કોળી સમાજના હતા. મુંબઈમાં ૧૬મી સદીમાંજૂરણ પાટીલ નામે કોળી ગૃહસ્થ મહાદાની
 હતા, જેની યશગાથા મુંબઈના કોળી સમાજમાંગવાય છે. મુંબઈ વિસ્તારમાં વર્ષો પૂર્વે ૭ દ્વિપો હતા જે કોળી લોકોના 
અધિકારમાં હતા.
                મુંગા નામના એક કોળીએ આશરે ૫૦૦ વર્ષ પહેલાં ખુલ્લા મેદાનમાં મુંબઈ વસાવ્યું તે આજે દેશની આર્થિક
 રાજધાની બની રહ્યું છે. નવસારી, દમણ, સંજાણ, માહિમ, શુર્પારક, વસઈ (મુંબઈ)ને ચઉલ એ બદા કોળીઓના મૂળ 
બંદરો હતા. સમગ્ર ભારતમાં કોળીઓની ૧૦૪૦થી વધુ જ્ઞાાતિઓ - પેટાજ્ઞાાતિઓ, ગોત્ર સહિતની છે. કોળીઓની વસતી 
ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરેરાશ ૨૫ ટકા જેટલી છે. દક્ષિણ ગુજરાતના કોળીઓની વસતીવાળા તાલુકાઓ ઓલપાડ 
ચોર્યાસી, નવસારી, ગણદેવી, વલસાડ, ચીખલી, ધરમપુર, પારડી, ઉમરગામ, બારડોલી, વાલોડ, મહુવા, માંડવી,
માંગરોળ, અંકલેશ્વર, ઝગડીયા, હાંસોટ, કામરેજ અને કાંઠા પ્રદેશોમાં વિશેષ વસતી ધરાવે છે.સમયાંતરે ભૂતકાળમાં 
કેટલેક સ્થળે કોળીઓને ગુનેગાર ગણવામાં આવતાં પરંતુ અભ્યાસુ એલીસકલોક, અને હાર્ડીમને કોળીઓની ગુનેગારી 
પ્રવૃત્તિ માટે તેઓને જવાબદાર ન લેખાવતા જે તે વખતની સામાજિક પરિસ્થિતિને કારણભૂત લેખાવી કોળીઓને નિમિત
 માત્ર ઠેરવ્યા છે. હકીકતે આ કોમ શૌર્યવાન, ઝિંદાદિલ, દેશ અને વતન તેમજવચનને ખાતર ફના થઈ જવાની
 તમન્નાવાળી છે, રાષ્ટ્રવાદી છે, ધર્મરક્ષક છે. મહાત્મા ગાંધીએ પણ એક વાર વિધાન કરેલું ''કોળીઓ તો બળિયા છે
''સ્વતંત્રતાનો ઈતિહાસ પણ આ કોમના વીરો અને વીરાંગનાઓના શૌર્ય કથાનકોથી અંકિત છે.
 કેટલાક દ્રષ્ટાંતો જોઈએ તો
                 (૧) ૧૮૫૭ના બળવા વખતે ઝણકારી દૂલૈયા નામની કોળી સ્ત્રી રાણી લક્ષ્મીબાઈને બચાવવા રાણીનો
 વેશ લઈ અંગ્રેજ જનરલ રોઝ સમક્ષઉપસ્થિત થઈ હતી. ઝણકારીના પતિનું નામ પુરણ હતું. ઝણકારીમાં રાષ્ટ્રને 
માટે બલિદાનની ભાવના હતી. આ સ્ત્રીને અંગ્રેજ છાવણીમાં દુલ્હાજુ નામની વ્યક્તિએ ઓળખી કાઢેલ. છેવટે અંગ્રેજોએ
 ઝણકારીને છોડી મુકેલ જે કેટલાક વર્ષો પર્યંત જીવતી રહી હતી. 
(૨) નગરપારકર (સિંધ)નો રૃપા કોળી જે જંગલમાં
 છુપાયેલ રાજાનેભોજન વિ. પહોંચાડતો તેની પાસે અંગ્રેજ અમલદાર તરવેટે રાજા ક્યાં છુપાયો છે તેની વિગતો માગી
 પરંતુ રૃપાએ રાજાની ભાળ આપી નહીં તેથી તેના પુત્ર અને પત્નીને અંગ્રેજો દ્વારા ગોળીએ દેવાયેલ અને રૃપાને પણ 
રીબાવીને માર્યો છતાં દેશભક્ત રૃપો ટસનો મસ ન થયો.
 (૩) ગાંધીજીને કોળીઓએ મીઠાના સત્યાગ્રહમાં સાથ આપ્યો
 (૪) પુ. બાપુનો અંગત સાથી એક કોળીનો છોકરો હતો જેણે બાપુને મૃત્યુ પર્યંત સાથ આપ્યો હતો.
 (૫) કોળી આગેવાન ફકીરાભાઈ ઉપર ગાંધીજીને ખૂબ પ્રેમ હતો.
 (૬) કોળી સ્ત્રીઓએ પણ સત્યાગ્રહ સમયે બહાદુરી બતાવેલ જેમ કે ૪૨ની લડાઈમાં કોળી મગનધનજીને ગોળી
તેને કોળી બહેનોએ રક્ષણ આપી સારવાર કરેલ.મઢવાડ ગામના પાદરમાં સર્વ કોળીશ્રી (૧) મોરારભાઈ પાંચીયાભાઈ 
           (૨) રણછોડભાઈ લાલાભાઈ તથા (૩) મગનભાઈ ધનજીભાઈ વિ. શહીદોની સ્મૃતિમાં સ્મૃતિ સ્તંભ ઉપલબ્ધ છે.
 (૭) ભાવનગરના સત્યાગ્રહ તરીકે ઝઝુમીને શહિદ થયેલા કાનજી માસ્તરના ઘેર તેમના પત્ની સોનબાઈને સાંત્વના
 આપવા ખુદ ગાંધીજી ગયા હતા અને સાથે ઠક્કરબાપાપણ હતા. જ્યાં ગાંધીજીના કહેવાથી સોનબાઈએ સોનાના ઘરેણાંનો
 ત્યાગ કરેલ. કાનજીમાસ્તર સ્વદેશીની લડાઈમાં લાઠીચાર્જથી શહિદ થયેલ.
 (૮) મટવાડ-કરાડી (જલાલપુરતાલુકા)ના પાંચા કોળીએ ગાંધીજીને ૧૯૨૦-૨૧ના અસહકાર આંદોલનમાં સાથ આપેલ. 
૯)૧૯૩૯માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન ડાયાભાઈ ગોવિંદજી કોળી ગોળીએ વિંધાઈ શહીદ થયેલા.અન્ય
શૌર્યકથાઓ જોઈએ તો શ્રી મેઘાણીના ''માણસાઈના દીવા'' પુસ્તકમાં દેવડી-વહાસોલનો મોતી બારૈયો ઉલ્લેખાયેલ છે, 
જે બહારવટીયો બન્યો પણ રવિશંકર મહારાજેસુધારર્યો. આ સીવાય કાવીઠા વાળા ખોડિયા, કણભાના ગોકળ બારૈયા, 
વાઘલા કોળી, ફૂલો વાવેચો, હેમતા બારૈયા આ સઘળાને રવિશંકર મહારાજે સુધાર્યાના ઉલ્લેખો જોવા મળે છે.
                  હિંગળાજ માતાની આજ્ઞાાનુસાર કોળીઓ સિંઘ પ્રદેશમાંથી નળ સરોવરના પ્રદેશમાં વસ્યા તે શાખે ''મેર'' 
કહેવાયા. આ કોળી સમુહનો સરદાર સોનંગમેર હતો જેને ૧૨ પુત્રો હતા જેનો પ્રથમ પુત્ર નામે નળવાન નળસરોવર 
વસ્યો જે પ્રદેશમાં હિંગળાજનો આરો છે. જ્યારે બીજો પુત્ર ધનમેર હતો જેણે ધંધુકા વસાવ્યું. આ ધનમેર દાનવીર તરીકે
પ્રખ્યાત હતા. ધનમેરની પુત્રીના લગ્ન રાણપુર વસાવનાર રાણજી ગોહિલ સાથે થયેલા. આ કન્યાથી જે પુત્ર થયો તેને 
ગરાસમાં ''ખસ'' ગામ મળ્યું તેથી તેના વંશજો ખસિયા કોળી કહેવાયા. આ કોળી ઠાકોર ધનમેરે સોમનાથના રક્ષણ માટે 
યવનો સાથે લડાઈ કરી વંથલી પાસે શહીદ થયેલા. આ લડાઈ વખતે તેને મોખડાજી ગોહિલ અને રા'મહિપાલનો સાથ
 હતો.ઈડરમાં પ્રતિહારો (પઢીયારો)ની સત્તા પછી કોળી લોકોની સત્તા થઈ. રાઠોડોએ ઈડર લીધું તે પહેલા હાથી સોડનો 
પુત્ર કોળી નરેશ સામડીયો સોડ રાજ્ય કરતો હતો.બરવાળા ધંધુકા પાસે હેબતપુરા ચુંવાળિયા કોળી નાથીયા લૂણીયા ઉર્ફે
 નાથાજી કોળીને ઘેર કડી ગામથી ભંકોડાના કાનાજીના દીકરાની જાન આવી હતી. આ સમયે શાહજહાઁનો પાટવી શાહજાદો
દારા શિકોર જે ઓરંગજેબનો ગુનેગાર હતા જે છુપાવેશે ઔરત નદીરાબાનુ તથા પુત્ર શિફીર શિકોર સાથે છુપા વેશે ભાગેલ 
તેનો પીછો દગાખોરજયસિંહ કરતો હતો. આ દારાએ હેબતપુર આવી નાથાજીનો આશરો લીધો. જયસિંહ અને મોગલ 
સૈન્યના આવવાના વાવડ જાણી નાથાજીએ લગ્ન પૂર્ણ થયા પછી ધીંંગાણાની તૈયારી કરી. નાથાજીએ દારા અને તેના
માણસોને પોતાના પુત્ર હેબતને સોંપ્યા. હેબતપુરનાપાદરે ૫૦૦ કોળી અને ૧૦૦૦ની મોગલ ફોજ વચ્ચે ધીંગાણું થયું. 
નાથાજી અને તેના વેવાઇ કાનાજી ઘવાયા અને છેલ્લા શ્વાસે હતા ત્યારે જયસિંહે દારાને નહિં પકડવાનું વચન આપ્યું.
 નાદીરા બાનુની નાની દીકરી જહાનજેબને દારાની બેન જહાનઆરાને દિલ્હી ખાતે સોંપવાનું નક્કી થયું. ત્યાં અફઘાનનો
મલેક જીવણખાન આવ્યો. ઇ.સ. ૧૬૫૮ના જુન માસના પ્રથમ અઠવાડીયામાં હેબત નીકળેલ તે ૨૮ ઓગષ્ટે દિલ્હી 
પહોંચ્યો. પરંતુ ખુટલ મલેક જીવણખાને દારાને પકડાવેલ તેથી હેબતે જીવણખાનને માર્યો. ૧૫ વર્ષ પછી ગુજરાતના 
સુબા શાહજાદા મહમદ આઝમશાહ હેબતપુર આવ્યો ત્યારે તેની પત્ની જહાનઝેબ હતી જેને હેબતે સહીસલામત દિલ્હી
 જહાનઆરાને પહોંચાડેલી. આ જહાનજેબે હેબતપુરમાં હેબતને ભાઇ કહી રાખડી બાંધેલ હતી.ગામ માત્રામાં કોળી
 વીર જોગરાજીઓ મીઠો ગોબર હતો જેણે દીપડા સાથે બથમબથા લડાઈકરી દીપડાને માર્યો હતો. વીંછીયાથી કોળીની 
૭ જાનો માત્રા ગામે પરણવા આવી હતી. ત્યારે બલોચોએ માત્રા ગામનું ગાયોનું ધણ વાળ્યું. મીઠા ગોબરે ગાયો પાછી
વાળી મીઠો ધીંગાણામાં કામ આવ્યો. આ બનાવ સંવત ૧૯૩૯ના માગશર સુદ બીજ ને મંગળવારે બનેલ આ મીઠા 
ગોબરનો પાળિયો મોટા માત્રા ગામના પાદરે છે.પોરબંદર- નવી બંદર આસપાસનો ખારવા સમાજ જે નવીના કે પોરના
 ખારવા કહેવાય છે. તેમના બારોટના ચોપડાની નોંધ મુજબ મહમદ ઘોરી અને અલાઉદ્દીનની સેનાઓ ૧૮ વખત 
સોમનાથ લુંટવા આવેલી ત્યારે તેને શિકસ્ત આપવા જે રાજસ્થાનથી રજપુતો આવેલા તેપૈકીના અને કાળે ક્રમે અહિં
કાંઠે સ્થિર થયેલા લોકો છે. ક્ષાર (મીઠા)ને લગત ધંધો તેથી ખારવા કહેવાયા.અઢારમી સદીમાં મોગલ રાજ્ય પડી
 ભાંગ્યું ત્યારે કોળી ઠાકરડા સરદારે ઝીંઝુવાડાતાલુકો જીતી લીધેલ. ધ્રાંગધ્રાના ઝાલા રાજવંશના એક ક્ષત્રિયે કોળી
 કન્યા સાથે લગ્ન કરતા તેને નાત બહાર મુકાયેલ તેથી કોળીમાં ભળ્યો તે કભાજી ઝાલાના બે પૌત્રો રાયસિંહ જેના 
વંશજો રાસાણી કોળી તથા મેલોજી જેના વંશજો મેલાણી કોળી કહેવાયા.સમુદ્ર કાંઠાના કોળીઓ કુશળ નાવિક અને
 કેટલાક સમુદ્રી લુટારા પણ હતા. અને મુસ્લીમો- કાબાઓના વહાણો લૂંટી લેતા. ગુજરાતમાં કેટલેક સ્થળે કોળીઓના
 રાજ્યોહતા જે જાગીરદાર અને વર સલામીવાળા રાજ્યો ગણાતા. બિહારમાં જેને ભૂમિહારો કહેવાય છે તે કોળીમાંથી
 બન્યા છે. કોળીઓનું જાતી ચિન્હ કુકડો અને ઝંડો પચરંગી હોય છે. આ સમાજમાં પર્દાપ્રથા હોતી નથી. ૧૯૬૧ના 
અરસામાં આ સમાજના શ્રી યુ. બી. વરલીકર કે જેઓ મુંબઇ કોર્પોરેશનના મેયરપદ સુધી પહોંચ્યા હતા તેઆ સમાજના
 ઉજ્જવળ ભાવિનું મંગળ એંધાણ ગણી શકાય.ગુજરાતના કોળી સમાજમાં ઘણા પેટા વિભાગો છે
                 જે અંગે વિસ્તૃત છણાવટ કરતા હરકાંતભાઈ રાજપરા નોંધે છે કે
 (૧) તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના ૨૨ વિભાગો છે. 
(૨) ચુંવાળના રહિશ કે જે ૪૪ ગામોનો ગોળ કહેવાય છે તેની ૨૧ શાખાઓ છે. જેમાં જહાંગીરીયા, પાટણવાડિયાવિ. મુખ્ય છે.
 (૩) ઘેડ-માંગરોળ- ગોસાબારા (સોરઠ પંથક)ના ઘેડીયા કોળી 
(૪) જાફરાબાદ પંથકના શિયાળ 
(૫) દીવના દિવેચા 
(૬) ખસ (ભાલ)ના ખસિયા (૭) ખાંટ કોળી 
(૮) પતાંકિયા,
 (૯) થાન પંથકના પાંચાળી 
(૧૦) નળ સરોવર આસપાસ પઢાર
 (૧૧) મહી કાંઠાના મેવાસા 
(૧૨) અમદાવાદના રાજેચા
(૧૩) દેવગઢ બારિયાના બારૈયા
 (૧૪) સુરતના ભીમપોરિયા તેમજ
 (૧૫) કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા, તેગધારી વિગેરે. આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠીયા 
કોળી, ઠાકોર કોળી, હુણ કોળી, ડાંડા (મુંબઈ) કોળી વિ. જોવા મળે છે. આ જ્ઞાાતિમાં રાજપુતી અટકો જેવી કે ઝાલા,
શિકરવાડ, જરોલિયા, કટહરિયા, ચૌહાણ, વાઘેલા પવાર, સરવૈયા, વાઘેલા, મારૃ, પરમાર, સોલંકી, ગામિત, જમોડ,
 કાગડીયા, બામણીયા, રાઠોડ, મકવાણા, કુણખાણિયા, મેર, ગોહેલ, જાદવ વિ. અટકો પણ જોવા મળે છે.અન્ય મત 
મુજબ તળપતિ (પૃથ્વીના માલિક)નું અપભ્રંશ તળપદા થયું છે વળી દરિયા આધારિત ધંધો હોય તે મતિયા કોળી,
 માટી ખોદનાર તે ખેડવાયા, અનાવિલ જમીનદારોના નોકર તે ગુલામ કોળી, માંધાતના વારસદારો તે માન-સરોવરિયા
જે મીઠુ પકવે છે, વિ. પ્રકારો શ્રી અર્જુન પટેલે વર્ણવેલ છે. તેમાં પણ વળી વંશાવળિયા કે જેઓનાવંશની નોંધ બારોટના 
ચોપડે હોય તેમજ બિન વંશાવળિયા કે જેના કુળની નોંધ કોઈ બારોટના ચોપડે ન મળે તેવા કોળી.કોળીઓનો વસવાટ 
પરદેશમાં જેમ કે આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ કેનેડા, અમેરિકા, દુબઈ, અબુધાબી, મસ્કત જેવા દેશોમાં પણ છે.
zમુંબઇમાં કોળીઓ કોલાબા, કાલબાદેવી, ભુલેશ્વર, ગિરગામ, પરેલ, અંધેરી, દાદર, વિક્રોલી વગેરે સ્થળે વસેછે.

No comments:

Post a Comment